Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એડવોકેટની હત્યામાં સિનીયર એડવોકેટની નિમણૂંક

જામનગરના એડવોકેટની હત્યામાં સિનીયર એડવોકેટની નિમણૂંક

સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે અનિલ દેસાઈ : રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય

- Advertisement -

જામનગર શહેરમાં ગત માર્ચ માસમાં બેડીના ઢાળિયા પાસે એડવોકેટ હારૂન પલેજાને આંતરીને 13 જેટલા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના ચકચારી બનાવમાં તમામ હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સીનીયર એડવોકેટની નિમણૂંક કરવાનો મહત્વનો નિર્ણ્ય કરવામાં આવ્યો છે.

- Advertisement -

હત્યા કેસના બનાવની વિગત મુજબ, ગત તા.13/03/2024 ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે એડવોકેટ હારૂન પલેજાનાઓનુ આરોપીઓ રજાક ઉર્ફે સોપારી, બશીરભાઇ સાયચા, સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા, દિલાવર કકલ, સુલેમાન કકલ, રમજાનભાઇ સાયચા, ઇમરાન સાયચા, એજાઝ સાયચા, ગુલામ સાયચા, મહેબુબ સાયચા, ઉમર ચમડીયા, શબીર ચમડીયા અને અસગર સાયચા સહિતના શખ્સોએ એડવોકેટને આંતરીને પુર્વ આયોજીત કાવતરુ રચી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. એડવોકેટની હત્યાથી જામનગર સહિત સમગ્ર રાજ્યના એડવોકેટમાં ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો હતો અને ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા તાત્કાલિક સીટની (સ્પેશીયલ ટીમ)ની રચના કરી હત્યારાઓને જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં.

હત્યા કેસમાં તટસ્થ અને ઝડપી ન્યાય મળે તે માટે વકીલ મંડળ દ્વારા રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ એવા રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર અને રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ તથા રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -

સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર – કુખ્યાત ગુન્હાગારોને સજાઓ અપાવવામાં મહત્વનું યોગદાન રહેલું છે. અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular