Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિધાનસભા ચૂંટણી અંતર્ગત જામનગર જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વરની...

વિધાનસભા ચૂંટણી અંતર્ગત જામનગર જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક

- Advertisement -

વિધાનસભા ચૂંટણી હેઠળ હાલ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. જિલ્લાના 78 જામનગર (ઉત્તર) વિધાનસભા બેઠક તથા 79 જામનગર (દક્ષિણ) બેઠક પર ધીરજ કુમાર, 76 કાલાવડ તથા 77 જામનગર ગ્રામ્ય બેઠક પર વૈદ્યનાથ યાદવ અને 80 જામજોધપુર વિધાનસભા બેઠક પર મહિમાપત રાયની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જ્યારે 79 જામનગર (દક્ષિણ) તથા 80 જામજોધપુર બેઠક પર પી.ડી.સાલુંખે તથા 76 કાલાવડ, 77 જામનગર (ગ્રામ્ય) તથા 78 જામનગર(ઉત્તર)માટે એ.ડી.આંબેડકર ખર્ચ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે કેતન બલીરામ પાટીલની નિમણુક કરવામાં આવી છે.

- Advertisement -

જિલ્લાના મતવિસ્તારોમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવનાર ધીરજ કુમારનો મો. 6357484341, જ્ઞબષફળ7879લળફશહ.ભજ્ઞળ પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.2 ખાતે, વૈદ્યનાથ યાદવનો મો.6357484342, યિતાફિ-ંબશવલજ્ઞદ.શક્ષ પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.4, અને મહિમાપત રાયનો મો.6357484343, ળફવશળફાફલિંળફશહ.ભજ્ઞળ પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.3 ખાતે સંપર્ક થઇ શકશે. જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે કેતન પાટીલ ફરજ બજાવશે. જેમનો મો.6357484346, ાફશિંસયફિંક્ષ.બફહશફિળશાત.લજ્ઞદ.શક્ષ, જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.6 પર સંપર્ક થઈ શકશે. ખર્ચ ઓબ્ઝર્વર તરીકે પી.ડી. સાલુંખેનો મો.6357484345, ાફિદશક્ષ.મ.તફહીક્ષસવયશક્ષભજ્ઞળયફિંડ્ઢ.લજ્ઞદ.શક્ષ પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.8 તથા એ.ડી.આંબેડકરનો મો.6357484344, ફદશુજ્ઞલશ.મ.ફળબફમસફશિક્ષભજ્ઞળયફિંડ્ઢ.લજ્ઞદ.શક્ષ પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.7 ખાતે અપોઈન્ટમેન્ટ મેળવ્યાં બાદ સંપર્ક કરી શકાશે. આ મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular