Tuesday, October 22, 2024
Homeરાજ્યજામનગરદારૂના જથ્થાના કેસમાં આગોતરા જામીન મંજૂર

દારૂના જથ્થાના કેસમાં આગોતરા જામીન મંજૂર

- Advertisement -

ગુલાબનગર પોલીસ ચોકી સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તા. 5-7-22ના રોજ તેઓ રાત્રે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હોય, તેઓને જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા રહીશ દિનેશ વજાણી કે, જેઓ વોરાના હજીરા પાસેથી રાત્રીના 12:35 કલાકે ટાટા છોટાહાથી જેના ગાડી નં. જીજે-1-જેટી-0039માં પોતે તથા ગોમતિપુરમાં રહેતો જામનગરનો કુખ્યાત ગુનેગાર ઇકબાલ ઉર્ફે બાઢીયો તથા તેનો મિત્ર સંજય ઉર્ફે શકાભાઇ સફેદ કલરની કાર લઇ નાગેશ્ર્વર રોડ ઉપર એસઆઇબી પ્રોવિઝન સ્ટોર દુકાનની બાજુમાં વિદેશી દારુના જથ્થાની હેરાફેરી કરતા હોય, જે હકીકત માલુમ પડતા વોચ રાખતા રાત્રીના એક વાગ્યે છોટાહાથીને રોકી તેના પાછળના ભાગે ઝડતી કરતા વિદેશી દારુ તથા બિયરનો જથ્થો મળી આપ્યો હતો. જે આશરે કુલ 647 બોટલ તથા 144 બિયરના ટીન પકડી પાડયા અને જે જથ્થો કુખ્યાત ઇકબાલ ઉર્ફે બાઢીયો લાવ્યાની ફરિયાદ જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશમાં દાખલ થઇ હતી. જેમાં કુખ્યાત ઇકબાલ ઉર્ફે બાઢીયોની આગોતરા જામીન અરજી જામનગરની અદાલતમાં દાખલ થઇ હતી. જેમાં જામનગરની અદાલત દ્વારા રૂા. 10,000ના જામીન પર મુક્ત કરવામાં આવેલ છે. આરોપી ઇકબાલ ઉર્ફે બાઢીયો ઉંમર નાયક તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, વિપુલ સી. ગંઢા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોષી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular