Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતઅંજલિ રૂપાણીએ કોરોના વેકસીનનો ડોઝ લીધો

અંજલિ રૂપાણીએ કોરોના વેકસીનનો ડોઝ લીધો

- Advertisement -

આજથી દેશભરમાં કોરોના વેક્સિનનો બીજો ફેઝ શરૂ થયો છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી હતી. ત્યાર બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો છે.

- Advertisement -

ગુજરાતમાં આજથી વરિષ્ઠ નાગરિકો તથા 45થી 60 વર્ષની વયજૂથના ગંભીર બીમારી ધરાવતા 1.10 કરોડ નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું અભિયાન શરૂ થશે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ, સરકારી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રો પર આ રસી વિનામૂલ્યે જ્યારે ખાનગી કેન્દ્રો પર 250 રૂપિયાના ખર્ચે રસી અપાશે. હાલ રાજ્ય સરકાર રોજના 5થી 7 હજાર લોકોને રસી અપાય એ અંદાજિત લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, જોકે આગામી સમયમાં આ આંકડો ખૂબ વધી શકે છે.

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિકોના રસીકરણ માટે કોઇ સમયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. કોઇપણ નાગરિકને રસી માટે ફરજ પડાશે નહીં, પરંતુ જે લોકો સ્વેચ્છાએ રસી લેવા આવે તેમને જ રસી અપાશે, તેથી રાજ્યમાં તમામ લક્ષિત નાગરિકોનું રસીકરણ અમુક ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થઇ જશે, એવું કહી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને વિનંતી કરીને કહ્યું હતું કે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય અગ્રેસર રહેશે. આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ એની કોઈ આડઅસર પણ નથી જ. 60 વર્ષથી વધુની વયના દરેક નાગરિક આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે.

- Advertisement -

આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular