Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બસ સ્ટેન્ડમાં મુસાફરના ખીસ્સામાંથી આઈફોન ચોરાયો

જામનગરના બસ સ્ટેન્ડમાં મુસાફરના ખીસ્સામાંથી આઈફોન ચોરાયો

- Advertisement -

જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્લેટફોમ નંબર 1 ઉપર ઉભેલા મુસાફરના ખીસ્સામાં રહેલો રૂા.50000 ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વાલ્કેશ્ર્વરીનગરીમાં રહેતા સાગર નંદાસણા નામના યુવાનના મામાજી રમેશભાઈ વશરમાભાઈ માણસુરીયા ગત તા.4 ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્લેફોર્મ નંબર 1 ઉપર ઉભા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે રમેશભાઈની નઝર ચૂકવી શર્ટના ખીસ્સામાં રહેલો રૂા.50000 ની કિંમતનો આઈફોન 13 ચોરી કરી લઇ ગયા હતાં. આ અંગેની જાણ કરાતા હેકો એલ.કે. જાદવ તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular