દેશમાં સતત વધતી જતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. આજે ડીસેમ્બરના પહેલા જ દિવસે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ કંપનીઓએ આજથી ગેસના ભાવ વધાર્યા છે.
રાહતની વાત એ છે કે ઘરેલું રાંધણગેસના ભાવમાં કોઈ વધારો થયો નથી. પેટ્રોલિયમ કંપનીઓના આ નિર્ણય બાદ 19 KGના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2101 રૂપિયા થઈ ગયો છે. જો કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ રેસ્ટોરન્ટમાં ખાવાનું પીવાનું મોંઘુ થઈ શકે છે. જોકે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ-સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
આજે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.100નો વધારો કરવામાં આવતા દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરના ભાવ 2101 રૂપિયા થયા છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો હતો ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ વધારો કરાયો નથી. છેલ્લે ઓક્ટોબરમાં ભાવ વધારવામાં આવ્યા હતા.