ભારત-નેપાળ સરહદના વિસ્તારમાં આવેલ તરાઈ વિસ્તારના જંગલોમાં એક ‘આલ્બિનો’ (તદ્ન સફેદ) ચિત્તલ જોવા મળ્યું અને સ્થાનિક વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારનું પ્રાણી આખા દેશમાં ભાગ્યે જ જોવા મળે. આવા પ્રકારના પ્રાણીની પેદાશ એ રીતે થાય છે કે જ્યારે એક નર અને એક માદનું મિલન થાય જે પ્રાણીઓ વચ્ચે 50 ટકાથી વધુ આલ્બિનોના જીન હોય ત્યારે થાય. તરાઈ વિસ્તારના જંગલોમાં આવું બનતું જોવા મળે છે કારણ કે, આજથી 30 વર્ષ પહેલાં એક આલ્બિનો તરાઈ વિસ્તારમાંથી અમદાવાદ પ્રાણી સંગ્રહાલયે મેળવેલું હતું કે જે પછી જામનગરના સર પીટર સ્કોટ નેચર પાર્કને અર્પણ કરેલું કે, જ્યાં હાલમાં દશ આલ્બિનો છે.