Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરહાઇવેના ડિવાઇડર પરથી વીજ પોલ રસ્તા પર ઢળી પડ્યો - VIDEO

હાઇવેના ડિવાઇડર પરથી વીજ પોલ રસ્તા પર ઢળી પડ્યો – VIDEO

જામનગરના લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતા હાઇવે પર અકસ્માતની ભીતિ સર્જાઈ છે.

- Advertisement -

હાઇવેના ડિવાઇડર પર સ્થાપિત વીજ પોલ અચાનક રસ્તા તરફ ઢળી પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઊભી થઈ છે. વીજ પોલ રસ્તા પર નમી જતાં હાઇવે પરથી પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વધુ ટ્રાફિક દરમિયાન અકસ્માત સર્જાવાની શક્યતા વધતાં વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તંત્રનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવામાં આવ્યું છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી વીજ પોલને હટાવવામાં આવે અને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular