Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરમકરસંક્રાંતિના પર્વે મૂક પશુઓની સેવાર્થે દાન આપવા અપીલ

મકરસંક્રાંતિના પર્વે મૂક પશુઓની સેવાર્થે દાન આપવા અપીલ

લીમડાલાઈનમાં આવેલી પાંજરાપોળમાં આશ્રિત, અંધ, અપંગ, વૃધ્ધ, બિમાર ગાયોની સેવા

- Advertisement -

ખબર-જામનગર
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી પાંજરાપોળ કે જેમાં એક હજારથી વધુ અપંગ બીમાર અંધ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. રવિવારે મકરસંક્રાંતિનું પર્વ એટલે કે દાનના મહિમાનું પર્વ છે ત્યારે જામનગરની ધર્મપ્રેમી જનતાએ પાંજરાપોળમાં ગાયો માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધવા પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જેમાં એક હજારથી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં વૃદ્ધ, બિમાર, અંધ અપંગ, સૂરદાસ તથા માં વગરના વાછડી – વાછરડાની સારવાર તથા નિભાવ કરવામાં આવે છે.

- Advertisement -

જામનગર શહેર સહિતના વિસ્તારમાં કતલખાને જતી ગાયો- વાછરડાઓને પણ બચાવી લીધા પછી આવા ગાય વાછરડાને આજીવન સાર સંભાળ રાખવા માટે જામનગર પાંજરાપોળ તથા ખડબામાં આવેલી ગૌશાળામાં તેનો આજીવન નિભાવ કરવામાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટતો જતો દાનનો પ્રવાહ ઉપરાંત મોંઘવારી વધતાં પશુઓ-ગૌ માતાને લઈને લગભગ જીવદયા સંસ્થાઓ પાસે કોઈ કાયમી-નિયમિત આવકનું સાધન હોતું નથી. અબોલ જીવો, ગૌમાતા જીવતાં રહે, તેની સારવાર થતી રહે, તેમને ખોરાક-પાણી વ્યવસ્થિત મળતાં રહે તે માટે જીવદયા સંસ્થા જામનગર પાંજરાપોળ ગૌશાળામાં દાન આપવા પાંજરાપોળના ટ્રસ્ટીગણ દ્વારા જીવદયાભરી વિનંતી કરાઈ છે. પાંજરાપોળ જામનગરની ધર્મપ્રેમી જનતા પાસે દાન મેળવી નિભાવ કરે છે. બીજા શહેરમાં ફાળો કે દાન લેવા જતા નથી.

મકરસંક્રાંતિના પર્વે જીવદયા પ્રેમીઓ પોતાના ઘેરથી પણ ઓનલાઇન પેમેન્ટ કરી સંસ્થામાં દાન કરીને પુણ્ય નું ભાથું બાંધી શકે છે. જેના માટે જામનગર પાંજરાપોળ ગૌશાળા ભૂમિ પ્રેસની બાજુમાં, લીમડા લાઈન,જામનગર 0288-2540990 નો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દાન 80- જી.આઈ. ટી.માંથી બાદ મળે છે. જામનગર પાંજરાપોળનું ખાતુ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે. જેના ખાતા નંબર 3197542210 છે, તેમજ બેંક નો આઈ.એફ.એસ.સી.કોડ સીબીઆઈનાં281017 જામનગર છે.સાથો સાથ ક્યુ આર કોડ ના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ પણ દાનના સ્વરૂપમાં કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular