દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે લડત આપવા મહત્ત્વની એવી ફેબીફ્લુ દવા નિયમિત અને પૂરતા પ્રમાણમાં વિતરણ ન થતી હોવાના કરવામાં આવેલા આક્ષેપો સામે અહીં આરોગ્ય અધિકારી દ્વારા આ વાતનું ખંડન કરતા નિવેદનો આપવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી કોવિડ હોસ્પિટલ સહિત જિલ્લામાં કોરોના દર્દીઓની સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સારવાર માટે અકસીર મનાતી ફેબીફ્લુ દવાનો ચોથો સરકારી કચેરીમાં મોટા પ્રમાણમાં પડયો હોવા સાથે દર્દીઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં આ દવા આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના મહિના સદસ્યાના પતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવાયા મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોએ ફેબીફ્લૂ દવા ન સપ્લાય થતાં 3600 બોક્સનો જથ્થો જિલ્લા કક્ષાએ આરોગ્યતંત્ર દ્વારા સાચવીને રાખવામાં આવ્યો છે. આ બાબતને તેમના દ્વારા ટીકાસ્પદ ગણાવવામાં આવી છે.
મહિલા સદસ્યાના પતિના આક્ષેપોનું ખંડન કરતાં જિલ્લા આરોગ્ય અધિકારી ફેબીફ્લૂ દવાના વિતરણ તથા સંદર્ભે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાના પતિદેવ દ્વારા આરોગ્ય વિભાગ સામે કરવામાં આવેલા આક્ષેપોનું ખંડન કરતાં જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુધારીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફાળવવામાં આવતી દવાઓ જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી તથા આરોગ્ય કેન્દ્ર ખાતે નિયમિત અને જરૂરિયાત મુજબ મોકલવામાં આવે છે. આ માટે આરોગ્ય સ્ટાફ દ્વારા નિયમિત મોનીટરીંગ સાથે સપ્લાયમાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ જ રીતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના દર્દીઓ માટે રેમેડીસિવિર ઈંજેક્શન પણ આયોજનબદ્ધ રીતે સપ્લાય કરવામાં આવે છે.
આમ, કોરોના સારવાર સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગ તથા રાજકીય આગેવાન સામ-સામે આવતા સ્થાનિક રાજકારણ તથા આરોગ્ય તંત્રમાં ચર્ચા જાગી છે.
કોરોનાની દવા યોગ્ય રીતે વિતરણ ન કરાતી હોવાના આક્ષેપો
જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં ફેબિફ્લૂ સહિતની દવાઓ નિયમિત અપાય છે: જિલ્લા આરોગ્ય અધિકારી