Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયતામિલનાડુમાં કાલે જન્મનાર તમામ બાળકોને મળશે સોનાની વિંટી !

તામિલનાડુમાં કાલે જન્મનાર તમામ બાળકોને મળશે સોનાની વિંટી !

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર તામિલનાડુ ભાજપ યુનિટની યોજના

- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર નવજાત શિશુઓને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે. અન્ય યોજનાઓમાં આ પ્રસંગે 720 કિલો માછલીનું વિતરણ સામેલ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજય મંત્રી એલ મુરુગને કહ્યું, ‘અમે ચેન્નાઈમાં સરકારી છજછખ હોસ્પિટલની પસંદગી કરી છે જયાં પીએમના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.

- Advertisement -

મુરુગનને રિંગ વિતરણ કાર્યક્રમમાં સામેલ ખર્ચ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જવાબમાં તેણે કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રેવાડી મફતમાં આપવામાં આવતી નથી. બલ્કે, આ દ્વારા અમે વડાપ્રધાનના જન્મદિવસે જન્મેલા લોકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમનો અંદાજ છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે. આ પ્રસંગે દક્ષિણનું રાજય બીજી અનોખી યોજના લઈને આવ્યું છે. મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, 720 કિલો માછલીના વિતરણ માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મત વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના યોજનાનો ઉદ્દેશ્ય માછલીના વપરાશને પ્રોત્સાહિત કરવાનો છે. તેથી, અમે આ પગલું ભરી રહ્યા છીએ. હા, આપણે જાણીએ છીએ કે પીએમ શાકાહારી છે. ખરેખર, મોદી આ વખતે 72 વર્ષના થઈ રહ્યા છે તેથી 720નો આંકડો પસંદ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular