Saturday, June 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયખેડૂતો અને વેપારીઓ પછી હવે ટ્રાન્સપોર્ટર્સ પણ વિરોધમાં ખડા !

ખેડૂતો અને વેપારીઓ પછી હવે ટ્રાન્સપોર્ટર્સ પણ વિરોધમાં ખડા !

પેટ્રોલનાં ભાવ દેશનાં અનેક શહેરોમાં 100 રૂપિયાની લગોલગ પહોંચી ગયા છે અને તેની સૌથી પહેલી અને પ્રત્યક્ષ માઠી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર વર્તાવા લાગી છે. જેનાથી રોષિત ટ્રક માલિકોએ હવે કેન્દ્ર સરકારને ચિમકી આપી છે કે જો’ પેટ્રોલ-ડીઝલનાં ભાવ અંકુશમાં નહીં લેવામાં આવે તો 15 દિવસ બાદ તમામ ટ્રકમાલિકો પોતાનાં વાહનોની ચાવીઓ પોતપોતાનાં જિલ્લા કલેક્ટરોને સોંપશે. ત્યારબાદ 3700 જેટલાં સંગઠનો સરકારને પત્ર પણ લખશે.

- Advertisement -

ટ્રકચાલકો માગણી ઉઠાવશે કે તેમનાં માલભાડા પણ ઈંધણનાં ભાવ સાથે જોડી દેવામાં આવે. જેથી ઈંધણ મોંઘુ થતાં તેમનાં ભાડા પણ આપોઆપ વધી જશે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનાં પ્રવક્તા રાજેન્દ્ર કપૂરનાં કહેવા અનુસાર પહેલા ઈંધણનાં ભાવને કાબૂમાં લાવવાની માગણી મૂકાશે પણ જો 14 દિવસમાં સરકાર તેનાં માટે કંઈ નહીં કરે તો પછી ચક્કાજામ અને ટ્રાન્સપોર્ટ હડતાલ સહિતનાં વિરોધ પ્રદર્શનો આયોજિત થશે.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular