આગામી તા. 22 જૂલાઇના રોજ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ રિલિઝ થઇ રહી છે. ત્યારે આ ગુજરાતી ફિલ્મ રાડોની સ્ટારકાસ્ટ જામનગરની મુલાકાતે આવી હતી. જામનગરની હરિયા કોલેજ ખાતે ફિલ્મનું પ્રમોશન યોજાયું હતું. જેમાં હરિયા કોલેજના પ્રિન્સિપાલ અને કેમ્પસ ડાયરેકટર સ્નેહલ કોટક પલાણ તેમજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ આ કલાકારોએ જામનગર શહેરની શાનસમા રણમલ તળાવની પણ મુલાકાત લીધી હતી.ફિલ્મના પ્રમોશનને લઇ જામનગર ખાતે કલાકારો યશ સોની, નિકિતા શર્મા, તર્જની ભાડલા અને પ્રાચી ઠાકર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
હાલના સમયમાં ગુજરાતી ફિલ્મોનું ચલણ ખૂબ વધી રહ્યું છે. યંગ જનરેશનને ગુજરાતી ફિલ્મોનો ક્રેજ વધી રહ્યો છે. ત્યારે એક પછી એક અનેક ગુજરાતી ફિલ્મો રિલિઝ થઇ રહી છે. યુવાનોના વધતા ક્રેઝને ધ્યાને લઇ પ્રોડયુસરો અવનવી ગુજરાતી ફિલ્મો રજૂ કરી રહ્યાં છે. આગામી તા. 22 જુલાઇના રોજ વધુ એક ગુજરાતી ફિલ્મ ‘રાડો’ રિલિઝ થવા જઇ રહી છે. ત્યારે આ ફિલ્મનું પ્રમોશન કરવા અર્થે ફિલ્મની સ્ટારકાસ્ટ જામનગરની મુલાકાતે આવી હતી. જામનગરની હરિયા કોલેજ ખાતે ફિલ્મનું પ્રમોશન યોજાયું હતું. જેમાં હરિયા કોલેજના પ્રિન્સિપાલ અને કેમ્પસ ડાયરેકટર સ્નેહલ કોટક પલાણ તેમજ પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ફિલ્મના કલાકારો સાથે ચર્ચા કરી હતી.
આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને તેની આસપાસમાં કરવામાં આવ્યું હતું જેમાં 119 કલાકારો હતા અને તેને એક વાસ્તવિક અનુભૂતિ આપવામાં આવી હતી. યશ સોનીએ કહ્યું અમે 65 દિવસનું શૂટિંગ કર્યું ઘણા કલાકારોને શૂટ દરમિયાન ઇજાઓ પણ પહોંચી હતી જે દર્શાવે છે કે ફિલ્મ તેમના માટે કેટલી મહત્વની છે અને દર્શકોને તેઓ જે ઇચ્છે છે તે આપે છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. નિકિતા શર્મા કહ્યું ફિલ્મ રાડોમાં હું માધવીનું પાત્ર ભજવું છું. માધવી એક ખૂબ જ ફિમેલ સેન્ટ્રિક પાત્ર છે.
લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડોમાં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નિલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.