Saturday, July 27, 2024
Homeમનોરંજનઅભિનેતા, દિગ્દર્શક સતિષ કૌશિકનું નિધન

અભિનેતા, દિગ્દર્શક સતિષ કૌશિકનું નિધન

- Advertisement -

શાનદાર અભિયનના જોરે સૌનું દિલ જીતનારા પીઢ અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થઈ ગયું છે. આ અહેવાલ આવતાની સાથે બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું હતું. ફેન્સથી માંડીને સિલેબ્સને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. તેમનું નિધન હાર્ટએટેકને લીધે થયું છે. તેમના નિધન પર વિવિધ સેલિબ્રિટી અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. જેમાં રાજનેતાઓ, ક્રિકેટર, બોલિવૂડ કલાકાર પણ સામેલ છે. હરિયાણાના મહેન્દ્રગઢમાં 13 એપ્રિલ, 1956ના રોજ જન્મેલા સતીશ કૌશિકે 1983માં આવેલી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1993માં ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી તેણે ફિલ્મ નિર્દેશનની દુનિયામાં પગ મૂક્યો અને લગભગ દોઢ ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિકે દરેક જોનરમાં કામ કર્યું, પરંતુ તેમની કોમેડીમાં કોઈ બ્રેક નહોતો. સતીશ કૌશિકે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીના કરોલ બાગથી કર્યું હતું. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની કોરેમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1978 માં અહીંયા છોડ્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો. તેમણે વર્ષ 1987માં ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ફિલ્મ અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, 1997 માં, તેમણે દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરના પાત્રમાં તેના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું. આ સિવાય સતીશ કૌશિકને વર્ષ 1990માં ફિલ્મ રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular