રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની રવિવારે યોજવામાં આવેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ ગત વખત કરતા નોંધપાત્ર સંખ્યામાં વધુ સીટો મેળવીને મેળવેલા ભવ્ય વિજયને ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો છે.
અત્યંત રસાકસીભરી અને ઉત્તેજનાસભર એવી ખાસ કરીને રાજસ્થાન રાજ્યની ચૂંટણી ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા સહિત પાંચ રાજ્યોના તાજેતરમાં થયેલા મતદાન બાદ કરવામાં આવેલી મતગણતરીમાં ભાજપએ કોંગ્રેસ પાસેથી રાજસ્થાનની સત્તા કબજે લઈ, અને મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિતના ત્રણ રાજ્યોમાં નોંધપાત્ર લીડ સાથે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા હાંસલ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ રવિવારે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા ભાગોમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જોધપુર ગેઈટ ચોક ખાતે ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા અને જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ. ચાવડા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રાજુભાઈ ભરવાડ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજ સિંહ વાઢેર, તાલુકા પંચાયતના ઘનશ્યામસિંહ જાડેજા, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, રેખાબેન ખેતિયા, પી.એમ.ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, દિનેશભાઈ દતાણી, જગુભાઈ રાયચુરા, ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર, માનભા જાડેજા, ભિખુભા જેઠવા, હરેશભાઈ ભટ્ટ, કારૂભાઈ માવદીયા, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, દેવ શાહ સહિત સમગ્ર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવીને ભાજપના આ ભવ્ય વિજયને હોંશભેર વધાવ્યો હતો.