Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનરમાણા ગામમાં કોન્સ્ટેબલ દ્વારા મહિલાની છેડતી કરી લાફા મારવાની ઘટનામાં કાર્યવાહીની માંગ...

નરમાણા ગામમાં કોન્સ્ટેબલ દ્વારા મહિલાની છેડતી કરી લાફા મારવાની ઘટનામાં કાર્યવાહીની માંગ : VIDEO

રઘુવંશી યુવા શકિતસંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં હિન્દુ સમાજની મહિલાને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા છેડતી કરી લાફા મારવાની ઘટનામાં રઘુવંશી યુવાશકિત સંઘ દ્વારા પગલા લેવાંની માંગ સાથે કલેકરટને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

ગત્ તા.23ના રોજ જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતાં એક મહિલા એકટીવા લઇ ઘરે થઇ રહ્યા હતાં. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા મહિલાને હાથ દેખાડી ઉભા રાખી મહિલાનો હાથ તકડી અભદ્ર ભાષામાં અશોભનીય માંગણી કરી હતી. ત્યારે પાછળ બીજી ગાડી આવતાં પોલીસ કોન્સ્ટેબલ હાથ છોડતા મહિલા ત્યાથી બચીને નાશી ગયા હતાં. આ અંગે મહિલાના પતી દ્વારા ગામમાં આવતાં સરપંચ અને પોલીસ કોન્સ્ટેબલના ભાઇને જાણ કરતાં સમાધાનની વાત કરતાં સમાધાનની વાત ચાલી રહી હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ઉશ્કેરાઇ જઇ મહિલાને બે લાફા મારી જતાં રહેતા મહિલાના પરિવાર દ્વારા 100 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

આમ છતાં આ અંગે હજી સુધી કાયદાકીય કાર્યવાહી થઇ નથી અને પોલીસ દ્વારા કોન્સ્ટેબલની ધરપકડ કે શોધખોળ કરાઇ નથી. ત્યારે આ અંગે કાર્યવાહી કરવા રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા જામનગરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો વધુ ઉગ્ર રજુઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular