Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : લાયસન્સ વગરની નોનવેજની દુકાનો વિરૂધ્ધ જામ્યુકો દ્વારા કાર્યવાહી

Video : લાયસન્સ વગરની નોનવેજની દુકાનો વિરૂધ્ધ જામ્યુકો દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 9 જેટલી ફુડલાયસન્સ વગર ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. તેમજ અગાઉ સીલ કરવામાં આવેલ બે દુકાનો ખુલ્લી જતાં તેને ફરીથી સીલ કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિશનરની સૂચના અનુસાર શંકરટેકરી, કાલાવડ નાકા બહાર તથા હાપા રોડ સહિતના વિસ્તારોમાં નોનવેજનું વેચાણ કરતી પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 49 દિગ્વીજય પ્લોટ, શંકરટેકરીમાં ન્યુ બોમ્બે બિરીયાની, રફિકભાઈ કસાઈ (મીટ શોપ),કિસ્મત મટન શોપ (મુખ્તાર હુશેન હનિફભાઈ), કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં એવન કેટરસ (મહેબુબભાઈ), દિલ્હી દરબાર કેટરસ (સકીલભાઈ), મદીના કેટરસ (અનિસભાઈ), બોમ્બે ગાઝી કેટરસ (સબીર આલમ), વસીલા કેટરસ (હુશેનભાઈ) તથા દિલ્હી દરબાર કેટરસ (સકીલભાઈ) સહિત 9 જેટલી દુકાનો ફુડ લાયસન્સ ન મેળવે ત્યાં સુધી બંધ કરવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત અગાઉ સીલ કરેલ વુલનમીલ ડીફેન્સ કોલોની વિસ્તારની ખાન ફીસ એન્ડ ચીકન સેન્ટર તથા આસિફ ફીસ એન્ડ ચીકન સેન્ટર ખુલ્લી જતાં તેને ફરીથી સીલ કરી લાયસન્સ મેળવ્યા બાદ ખોલવા કાર્યવાહી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular