Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધએ તળાવમાં ઝંપલાવ્યું

જામનગરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધએ તળાવમાં ઝંપલાવ્યું

- Advertisement -

જામનગરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતા અને એક વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને વૃદ્ધે લાખોટા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.1 મા રહેતા છોટાલાલ બચુભાઈ નંદા (ઉ.વ.64) નામના નિવૃત્ત વૃદ્ધને છેલ્લાં એક વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને સોમવારે બપોરના સમયે લાખોટા તળાવના ગેઈટ નં.5 સામેના ભાગમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણના આધારે ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પીએસઆઈ એમ.જે. વસાવા તથા સ્ટાફે મૃતકના પુત્ર દ્વારા ઓળખ કરાતા જગદીશ છોટાલાલ નંદાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular