જામનગરમાં વર્ષ 2010માં થયેલ બે ઘરફોડ ચોરીના આરોપીને 11 વર્ષ બાદ ગોધરા ખાતેથી જામનગર પેરોલફર્લો સ્કવોડ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2010માં જામનગર પંચ બી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધાય હતી. આ ઘરફોડ ચોરીનો આરોપી નરેશ ઉર્ફે દિનેશ સોનાભાઇ કલાસવા 11 વર્ષથી નાસતો-ફરતો હોય હાલમાં ગોધરા શહેરમાં રહેતો હોવાની બાતમીના આધારે જામનગર પેરોલફર્લો સ્કવોડએ આરોપીને ગોધરાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.
આ કાર્યવાહી પેરોલફર્લો સ્કોવડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા હેકો.લખધિરસિંહ એમ.જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કો.ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેકો.મેહુલભાઇ ગઢવી, અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના હેકો.નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.