Friday, April 26, 2024
Homeબિઝનેસનાણાંમંત્રીના બજેટને સલામી આપતું શેરબજાર

નાણાંમંત્રીના બજેટને સલામી આપતું શેરબજાર

- Advertisement -

ભારતીય શેરબજારમાં આજે ભારે તેજી જોવા મળી હતી. બજેટના દિવસે સેન્સેક્સ 2314.84 અંક વધી 48,600.61 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 646.6 અંક વધી 14281.20 પર બંધ થયો હતો. બજેટના દિવસે આટલો મોટો વધારો અગાઉ 1997માં જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ડેક્સ 6 ટકા વધારા સાથે બંધ થયો હતો. બજારની તેજીમાં બેન્કિંગ શેર સૌથી આગળ રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 8.81 ટકાના વધારા સાથે 33,257.00 પર બંધ થયો હતો. આ ઈન્ડેક્સનું ઓલટાઈમ હાઈ લેવલ છે.

- Advertisement -

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફીનસર્વ, SBI, HDFC સહિતના શેર વધીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 17.75 ટકા વધી 971.10 પર બંધ થયો હતો. જ્યારે ICICI બેન્ક 12.47 ટકા વધી 603.95 પર બંધ થયો હતો. જોકે ડો.રેડડી લેબ્સ, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ડો.રેડડી લેબ્સ 3.70 ટકા ઘટીને 4428.60 પર બંધ થયો હતો. ટેક મહિન્દ્રા 1.58 ટકા ઘટીને 946.50 પર બંધ થયો હતો.

બ્રોકરેજ ફર્મ એન્જલ બ્રોકિંગ લિમિટેડના જણાવ્યા મુજબ, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈન્સેન્ટિવ બેઝ્ડ સ્ક્રેપ પેજ પોલિસીની સાથે-સાથે એગ્રી, હાઉસિંગ અને ઈન્ફ્રા જેવાં ક્ષેત્રોમાં સુધારા માટે ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે. એમાં રોકાણકારોને અશોક લેલેન્ડ, એસ્કોર્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વર્લપૂલ ઈન્ડિયા અને LIC હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે.

- Advertisement -

સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 19499 કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે, જ્યાકે નાણાકીય વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી.

આજે ગ્લોબલ સેન્ટિમેન્ટમાં ઘણો ઉતાર-ચઢાવવાળો છે. એક તરફ જાપાનનો નિક્કેઈ, હોંગકોંગના હેંગસેંગ અને ઓસ્ટ્રેલિયાના ઓલ આર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1 ટકાનો વધારો છે. આ જ રીતે કોરિયા કોસ્પી ઈન્ડેક્સ 1.76 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સપાટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

ગઈકાલે ડાઉજોન્સ, નેસ્ડેક, SP 500 ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટી બંધ થયા હતા. આ રીતે બ્રિટનનો FTSE, ફ્રાન્સનો CAC અને જર્મનના DAX ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો રહ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular