Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારપડાણા નજીક પદયાત્રિકોના સ્વયંસેવકોના છોટાહાથીને અકસ્માત

પડાણા નજીક પદયાત્રિકોના સ્વયંસેવકોના છોટાહાથીને અકસ્માત

સગર્ભા મહિલા સહિત છ વ્યક્તિ ઈજાગ્રસ્ત : સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

હોળી-ધૂળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં પહોંચવા માટે હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને જતા હોય છે. આ પદયાત્રિકોની સેવા માટે જતા સ્વયંસેવકોના છોટાહાથીને પડાણા ગામ નજીક ગઈકાલે સાંજે અકસ્માત થયો હતો. જેમાં સગર્ભા મહિલા સહિત છ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં હોળી-ધૂળેટીના તહેવારમાં ફુલડોલ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે અને ધાર્મિક દ્રષ્ટિએ આ ફુલડોલ મહોત્સવનું મહત્વ અનેકગણુ વધારે હોવાથી ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લાખો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકાધીશના ચરણોમાં યોજાતા ફુલડોલ મહોત્સવમાં ભાગ લેવા આવતા હોય છે અને આગામી સપ્તાહમાં ફુલડોલ ઉત્સવની ઉજવણી થવાની હોય ત્યારે આ લાખો પદયાત્રીઓને તેમની પદયાત્રા દરમિયાન આરામ કરવા અને ખાવા-પીવાની તેમજ પગના માલિશ સહિતની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓના અસંખ્ય કેમ્પો સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા કરવામાં આવે છે. દરમિયાન દર વર્ષે પદયાત્રા કરીને જતા શ્રધ્ધાળુઓને અકસ્માત નડતો હોય છે. આ વર્ષે પણ પદયાત્રીકોના અકસ્માત થવાની ઘટનાઓ બની રહી છે તેવામાં બુધવારે સાંજના સમયે પદયાત્રીકોની સેવા માટે જતા સ્વયંસેવકોના છોટાહાથીને જામનગર જિલ્લાના પડાણા નજીક અકસ્માત થયો હતો આ અકસ્માતમાં છોટાહાથીમાં સવાર સગર્ભા મહિલા સહિત છ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular