Sunday, May 26, 2024
Homeરાજ્યખંભાળિયાના યુવા કાર્યકરની જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી

ખંભાળિયાના યુવા કાર્યકરની જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી

સાવન કરમુરને વ્યાપક આવકાર

- Advertisement -

ખંભાળિયા શહેર તથા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય યુવા કાર્યકર તરીકે કામ કરતા સાવન કરમુરની જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયાના આહીર સમાજના અગ્રણી તેમજ છેલ્લા દાયકાઓથી કોંગ્રેસમાં પાયાના પથ્થર તરીકે કામ કરતા કોંગી નેતા એભાભાઈ કરમુરના યુવાન ભત્રીજા સાવન કરમુર કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ તેઓ ધરમપુર ગ્રામ પંચાયતના સભ્ય છે. કોંગ્રેસ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સાવન કરમુરને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

યદુવંશી યુવા ગ્રુપના પ્રમુખ અને સક્રિય આગેવાન સાવન કરમુરની આ વરણીને જિલ્લાના આગેવાનો, કાર્યકરો તેમજ શુભેચ્છકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular