Wednesday, January 1, 2025
Homeરાજ્યહાલારજામજોધપુરમાં કારે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને ગંભીર ઈજા

જામજોધપુરમાં કારે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને ગંભીર ઈજા

- Advertisement -

જામજોધપુર ગામમાં ધ્રાફા ફાટક નજીકથી પસાર થતા બાઈકસવારને પૂરઝડપે આવી રહેલી કારે ઠોકર સામેથી ઠોકર મારતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં રાજુભાઈ નામના ખેડૂતોનો નાનોભાઈ ગત તા.1 ના રોજ સવારના સમયે તેના જીજે-03-ઈએમ-3741 નંબરના બાઈક પર તેની વાડીએથી જામજોધપુર ખેતરની દવા લઇને પરત આવતો હતો ત્યારે જામજોધપુરમાં ધ્રાફા ફાટક પાસે પહોંચ્યો ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-ડીએન-8337 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવાર યુવાને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાશી ગયો હતો. બનાવ અંગેની રાજુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular