જામનગર શહેરના બાવરીવાસમાં યુવતી વિશે જેમ ફાવે તેમ વાતો કરવાની બાબતે બોલાચાલી કરી યુવાન ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ પ્લાસ્ટિકના પાઈપ વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં તીરૂપતિ સોસાયટીમાં રહેતાં અને રીક્ષા ચલાવતા વિજયભાઇ શ્રીમાળી નામના યુવાનની દિકરી વિશે દિપાબેન નામની મહિલા જેમ તેમ વાતો કરતી હતી. તેથી યુવાનની પત્નીએ દિપાબેન સાથે ફોનમાં વાતચીત કરતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ દિપાબેન, મુંજાભાઇ અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી બુધવારે રાત્રિના સમયે બાવરીવાસ ખુલ્લા ફાટક પાસે વિજયભાઈને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગેની જાણના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે વિજયભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.