Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઈકની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

ખંભાળિયા નજીક બાઈકની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

- Advertisement -

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ હાસમભાઈ ઘાવડા નામના 39 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 13 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ 9654 નંબરના એક મોટરસાયકલના ચાલકે જાવેદભાઈ ઘાવડાને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular