Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી

જામનગરના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી

એડવાન્સ આપેલા ભાડામાંથી ભાડું બાદ કરી બાકીની રકમ આપવાનો મામલો : માતાના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી : યુવાનને જાનથી મારી નાખવાની ધમકી : પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી

જામનગર શહેરમાં ઘાંચીના કબ્રસ્તાન પાસે ભાડાના એડવાન્સની રકમમાંથી ભાડું કાપીને બાકીની રકમ પરત માંગતાં બે શખ્સોએ યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરમાં હર્ષદ મીલની ચાલી પાસે, નિલકંઠનગરમાં રહેતાં સંજય નાનજીભાઇ વાઘેલા (ઉ.વ. 35) નામનો યુવાન ગઇકાલે જામનગર શહેરના ઘાંચીના કબ્રસ્તાન પાસેથી પસાર થતો હતો ત્યારે મિલન આશરા અને ધવલ આશરા નામના બે ભાઇઓને તેણે ફોન કરીને પોતે આપેલા એડવાન્સ ભાડામાંથી ભાડું કાપી લઇ બાકીની રકમ પરત આપવાનુ જણાવતાં બન્ને ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળાગાળી કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. ધવલ આશરાએ તેને જામનગરમાં રહેવા નહીં દઉ અને તારા માતાના ટાંટિયા ભાંગી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસે મિલન તથા ધવલ વિરૂદ્ધ ધમકી તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular