ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિરમભાઈ રાજાભાઈ ભાદરકા નામના 45 વર્ષના આહીર યુવાન ગત તા. 10 ના રોજ રવિરાજ ત્રણ રસ્તા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-10-બી-6524 નંબરના મોટરસાયકલના ચાલક હાર્દિક અશોકભાઈ કવા નામના યુવાને વિરમભાઈને હડફેટે લેતા તેમને શરીરના જુદા -જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ જગાભાઈ રાજાભાઈ ભાદરકા (ઉ.વ. 55, રહે. મેવાસા)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે હાર્દિક અશોકભાઈ કવા સામે આઈપીસી કલમ 304 (એ), 279 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.