Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરઆંચકી ઉપડ્યા બાદ હાર્ટ એટેક આવી જતા દ્વારકામાં પરપ્રાંતિય યુવકનું અપમૃત્યુ

આંચકી ઉપડ્યા બાદ હાર્ટ એટેક આવી જતા દ્વારકામાં પરપ્રાંતિય યુવકનું અપમૃત્યુ

તોતિંગ પથ્થર માથા પર પડતા કેનેડી ગામના યુવાનનું મોત

- Advertisement -

દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં રહેતાં યુવકને આચંકીની બીમારી દરમિયાન આચંકી ઉપડતા હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં મકાન પાસે ઉભા રહેલા યુવાન ઉપર પથ્થર માથા ઉપર પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, દ્વારકાના ભથાણ ચોક વિસ્તારમાં મૂળ ઝારખંડ રાજ્યના ગિરીડીડ જિલ્લાના વતની કરણકુમાર બંધનભાઈ રવિદાસ નામના 21 વર્ષના યુવકને તેની આંચકીની બીમારીના કારણે ગઈકાલે શુક્રવારે સાંજે આંચકી ઉપડી હતી. ત્યારબાદ તેને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે અમિતકુમાર ઉર્ફે નિરજકુમાર દિનેશભાઈ રવિદાસ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવવામાં આવી છે.

બીજો બનાવ,કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા વિનોદભાઈ કારૂભાઈ રાઠોડ નામના 24 વર્ષના સતવારા યુવાન તેના પિતા વિગેરે સાથે નિર્માણાધિન એક મકાન પાસે ઉભા હતા. ત્યારે દિવાલ પરથી એક તોતીંગ બેલુ (પથ્થર) વિનોદભાઈના માથા પર પડતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પિતા કારુભાઈ અરજણભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular