જામનગર તાલુકાના દરેડ ગામમાં ફેસ-3 માં આવેલા કારખાનાની ભઠ્ઠી નીચેના સેલરમાં પાણી કાઢવા માટે મોટર ચાલુ કરવા જતાં વીજશોકથી યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશનો વતની અને જામનગર તાલુકાના દરેડ ગામમાં જીઆઈડીસી ફેસ -3 માં આવેલા 3730 નંબરના ફાઈવસ્ટાર બ્રાસ ઈન્ડીયા લીમિટેડ નામના કારખાનાની ભઠ્ઠી નીચે આવેલા સેલરમાં પાણી ભરાઈ જતાં સ્વામિનાથ રામઅવતાર વર્મા (ઉ.વ.31) નામનો મજુર ગત તા.15 જુલાઈના રોજ ઈલેકટ્રીક મોટર વડે પાણી કાઢવા સેલરમાં ગયો હતો અને મોટર ચેક કરવા જતા સમયે એકાએક વીજશોક લાગતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ફેરનલાલ વર્મા દ્વારા જાણ કરાતા એએસઆઇ પી.બી. ગોજિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.