Monday, December 2, 2024
Homeરાજ્યજામનગરરઘુવંશી સમાજના યુવક દ્વારા એક અનોખી પહેલ

રઘુવંશી સમાજના યુવક દ્વારા એક અનોખી પહેલ

- Advertisement -

‘દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ’ ‘તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ’ જલારામ બાપાના વંશજ એટલે રઘુવંશી સમાજ જે હર હમેશા પુણ્યના કામોમાં મોખરે હોય છે જ્યાં જામનગરના વતની અને જામનગર મહાનગર ભારતીય જનતા યુવા મોરચા વોર્ડ નંબર 5 ના ઉપાધ્યક્ષ એવા અંશભાઈ કતીરા એ સમાજને ઉદાહરણ પૂરું પાડતી એક અનોખી પહેલ કરી છે.

- Advertisement -

અત્યારના ફાસ્ટ યુગમાં હાલની યુવા પેઢી પોતાના જન્મદિવસે પાર્ટી કરતી જોવા મળે છે હોટલ અને રિસોર્ટમાં કેક કાપીને એકબીજાના મોઢા ઉપર કેક લગાવીને જન્મ દિવસની ઉજવણી કરતા અનેક યુવાનો આપણે જોયા હશે પરંતુ પોતાના જન્મદિવસે સેવાના કાર્યોનો સંકલ્પ લેતા આ યુવાને આજની જનરેશનની એક દાખલો પૂરો પાડ્યો છે. અંશ ભાઈ એ પોતાના મહત્વના દિવસ એટલે કે તારીખ 22 ના રોજ જન્મેલા અંશ ભાઈએ પોતાના જન્મદિવસે પાંચ અલગ અલગ સેવા કે પ્રવૃત્તિઓ કરવાનો સંકલ્પ લીધો છે.

તેઓની એવી ઈચ્છા છે કે તેઓને ગૌશાળામાં સેવા કરવી છે, આંગણવાડી ના બાળકો સાથે જન્મદિવસ ઉજવવો છે, વૃદ્ધાશ્રમમાં ભોજન ની સેવા આપવી છે. આપા જલારામ મંદિરે અન્નનું વિતરણ કરવું છે તેમજ ગરીબ જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરાવવું છે.

- Advertisement -

આમ આજના આ તેમના શુભ દિવસે તેમણે આ દરેક સ્થાનો પર સેવા કરવાનો ખુબ સરસ સંકલ્પ લીધો છે. તેમના મિત્ર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે કે અંશ ભાઈનો સરળ સ્વભાવ અને કોઈ માટે કંઈક કરી છૂટવાની તેમની ભાવના એ તેમણે આ સેવા સંકલ્પ માટે પ્રેરણા આપી છે. પીડીઇયુ ગાંધીનગર ખાતેથી અભ્યાસ પૂર્ણ કરીને હાલ ગુજરાત રાજ્ય સરકારના ‘ પ્રોજેક્ટ ગરિમા’ માટે કામ કરી રહેલા અંશભાઈ કતિરાને આવા સારા કાર્યો કરવા માટે બિરદાવવા યોગ્ય છે અને તેમના આ કાર્યો બીજાને પણ આવા કાર્યો કરવાની પ્રેરણા આપે અને આજની યુવા પેઢી પણ સેવા સંકલ્પ સાથે પોતાનો જન્મદિવસ ઉજવે એવી આશા અહીં દેખાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular