જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2020માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ મેયર અને અન્ય પદાધિકારીઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢા, ચેરમેન નિલેશભાઈ બિપીનચંદ્ર કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ મનુભાઈ જોશી અને દંડક કેતનભાઈ જયંતીલાલ નાખવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ આજે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત સમયે ‘ખબર ગુજરાત’ ના મેનેજીંગ તંત્રી નિલેશભાઈ ઉદાણીએ નવા હોદ્ેદારોને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ નિવાસી તંત્રી નેમિષ મહેતા દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવી પૂષ્પગુચ્છથી સ્વાગત કરી કરવામાં આવ્યું હતું. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ અને મીડિયા સેલ ક્ધવીનર ભાર્ગવભાઈ ઠાકર તથા જયેશભાઈ મારફતિયા ઉપસ્થિત રહ્યાં હતાં.