Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરVideo : ભોઇ જ્ઞાતિ દ્વારા દિવાસાના જાગરણની વિશિષ્ટ ઉજવણી કરાઇ

Video : ભોઇ જ્ઞાતિ દ્વારા દિવાસાના જાગરણની વિશિષ્ટ ઉજવણી કરાઇ

- Advertisement -

અષાઢ મહિનાની અમાસ એટલે દિવાસો જ્યારથી વ્રતો અને તહેવારોની શુભ શરુઆત થઇ જાય છે. દિવાસાથી લઇને દિવાળી સુધીના 100 દિવસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે. જે આપણી પરંપરા મુજબ ઉજવાય છે. ત્યારે દિવાસાનું મહિલાઓમાં ખૂબ મહત્વ છે. આ વ્રત બહેનો પોતાના બાળક અને પતિની લાંબી ઉંમર માટે કરે છે અને આ વ્રતના જાગરણ પણ પરંપરાગત રીતે ભોઇ સમાજ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરીને કરાવવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં જાગરણની વિશિષ્ટ ઉજવણી વર્ષોની પરંપરા મુજબ યોજાય ભોઈ જ્ઞાતી સમસ્ત જામનગરની મહિલાઓ દ્વારા એવ્રતમાં અને જીવ્રતમાના વ્રત રાખવામાં આવતા હોય છે જેમાં મહિલાઓએ રાત્રી અને દિવસ દરમિયાન જાગી વ્રતની ઉજવણી કરવાની હોય છે જેને અનુલક્ષીને ગત સાંજે દીવાસાના જાગરણની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના સુભા શાક માર્કેટ નજીક ભોઈવાળા વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે મહિલાઓનો વિશાળ રાસ યોજાયો હતો ગઈકાલ અને પરમ દિવસે એટલે કે ચૌદસ અને અમાસના દિવસે એવરતમાં અને જીવરતમાના વ્રતની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે આ ઉજવણીના ભાગરૂપે મહિલાઓએ રાત્રિ તેમજ દિવસનું જાગરણ કરી વ્રત રાખવાનું હોય છે ત્યારે જ્યારે આ જાગરણની વિશિષ્ટ રીતે ઉજવણી થાય એ માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા વર્ષોની પરંપરા મુજબ મહિલાઓ માટે પ્રાચીન રાસ ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે. જેને પગલે ગઈકાલ સાંજના સમયે મહિલાઓએ રાસ-ગરબા રમી જાગરણની ઉજવણી કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગર ના પ્રમુખ કારોબારી સમિતિના સભ્યો અને જ્ઞાતિના સેવાભાવી યુવાનો એ જહેમત ઉઠાવી હતી અને મહિલાઓ દ્વારા રાસ ગરબા ગાય પરંપરા જાળવી રખાઈ હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular