કાલાવડ તાલુકાના વજીર ખાખરિયા ગામમાં મોરવાડી ગામ તરફ જતાં કાચા રસ્તે ઝુપડપટ્ટીમાં રહેતો શખ્સ બાઈકચોરીમાં સંડોવાયેલો હોય રેઈડ દરમિયાન ચાર ચોરાઉ બાઈક સાથે તસ્કરને ઝડપી લઇ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના વજીર ખાખરિયા ગામમાં ઝુપડપટ્ટીમાં રહેતા શખ્સ પાસે ચોરાઉ બાઈક હોવાની એએસઆઇ એસ.આર. ચાવડા, પો. કો. અલ્તાફ સમા, કુલદિપસિંહ જાડેજા અને માલદેવસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલલા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.વી. પટેલ, એએસઆઈ એસ.આર. ચાવડા, પો. કો. અલ્તાફ સમા, કુલદિપસિંહ જાડેજા અને માલદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતાં મુકેશ બાબુ સાડમીયાના ઝુપડેથી રેઈડ દરમિયાન જીજે-03-એએફ-5356 નંબરનું 5000 ની કિંમતનું, જીજે-10-સી-0759 નંબરનું 5000 ની કિંમતનું, જીજે-10-એએલ-4035 નંબરનું 7000 નું અને એક કાળા કલરનું નંબર વગરનું બાઈક સહિત ચાર બાઈક મળી આવતા પૂછપરછ કરતાં આ ચારેય બાઈક કાલાવડમાં જુદી જુદી જગ્યાએથી ચોરી કર્યા હોવાની કેફીયત આપતા પોલીસે ચારેય બાઈક શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી તપાસ આરંભી હતી.