સામાન્ય રીતે મુસિબતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કલાકો સુધી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશન આપણે જોયા અને સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય આઇ-ફોનને બચાવવા કે, કાઢવા માટે ક્યારેય રેસ્ક્યૂ વિશે સાંભળ્યું છે??? તાજેતરમાં જ એક વિડીયો જોવા મળ્યો. જેમાં એક મહિલાના કેરેલાના સમુદ્ર તટના પથ્થરો વચ્ચે ફસાયેલા મોંઘા આઇફોન માટે કલાકો સુધી ચાલેલા રેસ્ક્યૂ કરાયું હતું.
View this post on Instagram
વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકની એક મહિલા ગ્રુપ સાથે કેરેલાના વર્કલા ફરવા આવી હતી. જ્યાં સમુદ્ર તટ પરના પથ્થરો વચ્ચે તેનો આઇફોન પડીને ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે સાત કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કેરલના જે રિસોર્ટમાં તે રોકાયા હતાં તેના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ પેજ antiliyachalets પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, દોઢ લાખનો આ આઇફોન કાઢવા માટે કરેલ ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસીસની મદદ લેવામાં આવે છે અને કર્મચારીઓની સાત કલાકની જહેમત બાદ આ આઇફોનને બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારના રેસ્ક્યૂનો આવો વિડીયો ખૂબ વાયરલ થયો છે અને લોકો તેના પર જુદી જુદી રીતે કોમેન્ટસ પણ કરી રહ્યાં છે.