ચાલતી બસમાં ઘણી વખત ઘણા અકસ્માતો સર્જાતા હોય છે. લોકોની ઉતાળવને ભીડમાં કંઇકને કંઇક થતું રહે છે. ત્યારે તાજેતરમાં કેરલની બસનો એક વિડીયો સામે આવ્યો જેમાં બસ કંડકટરે એક વ્યકિતની જાની બચાવીને હીરો જેવું કામ કર્યુ હતું. તેને આ હીરોગીરી જોઇને લોકોને રજનીકાંતની યાદ અપાવી હતી.
Kerala bus conductor with 25th Sense saves a guy from Falling Down from Bus
pic.twitter.com/HNdijketbQ— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2024
આ વિડીયો નામના X પર @gharkekalesh આઇડી પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક વ્યકિત બસમાં ઉભા-ઉભા મુસાફરી કરતો હોય છે ત્યાં અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે. અને તે પડવાનો જ હોય છે. ત્યારે બાજુમાં ઉભેલા બસ કંડકટરે તેને પોતાની સુઝબુઝથી બચાવી લીધો હતો. તયરે કંડકટરને જોઇને લોકોએ કહયું કે આ રીઅલ ટાઇમ હીરો છે. તો વળી તેની સ્ટાઇલ અન અંદાજ જોઇને રજનીકાંતની યાદ આવી જાય છે. આ વિડીયો વાયરલ થતાં લોકોએ કંડકટરની સ્ટાઇલ, સુઝબુઝ અને આંતરીક શકિતને ખૂબ વખાણી હતી.