આઝાદી પછી દેશ ભકત, દેશપ્રેમીઓ અને રાજકીય મહાનુભાવોએ બંધારણ ઘડયું ર વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો બંધારણ ઘડવામાં જેમાં 465 અનુચ્છેદ, 12 અનુસૂચિત અને રપ વિભાગોમાં વિભાજીત છે. આ બંધારણ તા. 26મી નવેમ્બર-1949ના રોજ પૂર્ણ થયું હતું. તેથી આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
કાયદા વિભાગ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે ભારતના બંધારણમાં મૂળભૂતહક્કો અને ફરજો વિષય પર ડીજીપી જમન ભંડેરીના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સેમિનારમાં બંધારણ વિષય પર નિતલ એમ. ધ્રુવ અને કોમલબેન એચ. ભટ્ટ દ્વારા સ્પિચ આપવામાં આવી હતી. બંધારણ લોકાહીનો આત્મા છે. બંધારણ એ દેશનો મુળભૂત દસ્તાવેજ જ નહીં પરંતુ પુરાણો સમાન ગ્રંથ પણ છે.
સ્થાનિક અદાલતોમાં લડતા કાયદાઓ અને તેમાં ઉભી થતી વિસંગતતાઓનું અર્થઘટન ઉચ્ચ અદાલતો દ્વારા લોકોનાબંધારણીય હક્કોને અનુલક્ષી થતું હોય છે. અદાલતોમાં વધતા કેસોની સંખ્યા અને ન્યાયમાં થતો વિલંબ અટકાવવા ગામે ગામ અદાલતો રચવાનો જિલ્લા સરકારી વકીલ જમન કેા. ભંડેરીના વિચારને નેશનલ ફેડરેશન ઓફ સોસા. ફોર ફાસ્ટ જસ્ટિસે ઉપાડી લીધો છે. આ તકે પ્રોગ્રામ ઇન્ચાર્જ એડી. જીપી પિયુષ જે. પરમાર અને આર.કે. વશિયર તથા તમામ જ્યુડિશિયલ ઓફિસરો, એડી. જીપી એપીપીઓ અને ઓફિસરો હાજર રહ્યાં હતાં.