Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તાવમાં પટકાયેલા પ્રૌઢાને કમળો થઈ જતા મોત

જામનગર શહેરમાં તાવમાં પટકાયેલા પ્રૌઢાને કમળો થઈ જતા મોત

10 દિવસથી તાવ અને ઝાડાને કારણે નબળાઈ : સારવાર દરમિયાન કમળો થયો : દરેડ ગામમાં વીજશોકથી શ્રમિક યુવાનનું મૃત્યુ : બાઈકના વ્હીલમાં દુપટ્ટો આવી જતા યુવતીનું મોત

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાને દશેક દિવસથી તાવ અને ઝાડા થવાથી નબળાઈના કારણે સારવાર કરાવવામાં આવતા કમળો થયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં પ્રૌઢાનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા શ્રમિક યુવાનનું વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ધુતારપર ગામ નજીક બાઇકમાં પસાર થતી યુવતીનું દુપટ્ટો વ્હીલમાં આવી જતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગર વાલ્મિકી વાસમાં રહેતા વિજયાબેન કાંતિભાઈ પઠાણ (ઉ.વ.56) નામના પ્રૌઢાને દશેક દિવસથી તાવ આવતો હતો અને તે દરમિયાન ઝાડા થવાથી શરીરમાં સખ્ત નબળાઈ આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને કમળો થયાનું તબીબોએ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રૌઢાને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ કાંતિભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રામ મંદિર પાછળ આવેલા ગોદડિયા વાસમાં રહેતો અને મજૂરીકામ કરતો રવિ રમેશ ગોદડિયા (ઉ.વ.35) નામનો યુવાન બુધવારેે સાંજના સમયે કલરકામ કરતો હતો તે દરમિયાન હાથના અંગુઠામાં તથા પગમાં વીજશોક લાગતા દાઝી જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પત્ની શોભનાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં રહેતી કાજલબેન અશોકભાઈ ધલવાણી (ઉ.વ.18) નામની યુવતી ગુરૂવારે સવારના સમયે બાઈક પર તેના પિતા અશોકભાઈ સાથે જતી હતી તે દરમિયાન કાલાવડ તાલુકાના ધુતારપર ગામના પાટીયા પાસેના માર્ગ પર પહોંચ્યા હતાં ત્યારે બાઈકના વ્હીલમાં યુવતીનો દુપટ્ટો આવી જતા અકસ્માતે નીચે પટકાઈ હતી જેથી યુવતીને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular