ભાણવડ તાબેના રાણપર ગામે પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એન.એન. વાળાની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કાના ઉર્ફે કનુ દાનાભાઈ શામળા નામના 35 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળેથી રૂ. 9,200 ની કિંમતની વિદેશી દારૂની 23 બોટલ કબજે કરી, આરોપી કાના ઉર્ફે કનુ રબારીની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં રાણપર ગામના અરજણ આલા રબારીનું નામ ફરારી તરીકે જાહેર થયું છે. આ દરોડો એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા અને કિશોરસિંહ જાડેજાની બાતમી પરથી પાડવામાં આવ્યો હતો.