ખંભાળિયામાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સોની બજાર વિસ્તારમાં રહેતા ગણેશ અન્નાભાઈ મેટકરી નામના 41 વર્ષની શખ્સને શરણેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાંથી ગતરાત્રે કોલકત્તા અને હૈદરાબાદની ક્રિકેટ ટીમ પર હારજીતના પરિણામ પર સટ્ટો રમતાં ઝડપી લઇ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 9,300 નો મુદ્દામાલ કરજે કર્યો હતો. આ પ્રકરણમાં સંદીપ ઉર્ફે ચુનીયો નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી , આગળની તપાસ હાથ ધરી છે.