Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરનાઘેડીમાં બિનવારસુ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

નાઘેડીમાં બિનવારસુ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

એલસીબી દ્વારા દારૂ અને કાર કબ્જે : કાર નંબરના આધારે માલિકની શોધખોળ : રૂા.3,25,200 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામે બિનવારસુ પાર્ક કરેલી કારમાં તલાસી લેતા એલસીબીની ટીમે કારમાંથી રૂા.25200 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ અને ત્રણ લાખની કાર મળી કુલ રૂા.3.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જામનગર તરફ જતા નવાપરામાં કેનાલ વાળા માર્ગ પર પાર્ક કરેલી કારમાં દારૂ હોવાની વનરાજ મકવાણા અને રઘુવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-03-એચકે-2935 નંબરની આઈ-20 કારની તલાસી લેતા તેમાંથી રૂા.25200 ની કિંમતની 63 બોટલ દારૂ મળી આવતા પોલીસે ત્રણ લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.3,25,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કારના નંબરના આધારે કારમાલિકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular