Tuesday, March 19, 2024
Homeરાજ્યજામનગરનવનિર્મિત્ત રોડના વિકાસમાં ‘ખાડો’ - VIDEO

નવનિર્મિત્ત રોડના વિકાસમાં ‘ખાડો’ – VIDEO

ખેતીવાડી ફાર્મથી દિગ્જામ સર્કલ તરફ આવવાના સર્વિસ રોડ પર ખાડો : આશરે એક વર્ષ પહેલાં જ સર્વિસ રોડનું નિર્માણ : જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવાશે ?

- Advertisement -

જામનગર શહેરમાં હાલ સૌથી મોટા ઓવરબ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ પહેલાં બનેલા દિગ્જામ સર્કલ ઓવરબ્રીજનું અંદાજે એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ઓવરબ્રીજની પાસે સર્વિસ રોડ પણ નવો જ બનાવવામાં આવ્યો હતો. લાખો કરોડના ખર્ચે થતા વિકાસ કાર્યોના કામોમાં ગુણવતા અંગે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ વિકાસ કાર્યો થયા પછી થોડાં જ સમયમાં તેમાં ક્ષતિઓ નજરે પડવાની શરૂ થઈ જાય છે ત્યારે પ્રજાના પરસેવાની કમાણીના ખર્ચ કરાયેલા લાખો રૂપિયાનું એંધાણ કર્યા પછી પણ જો કોઇપણ સરકારી કામ ઉચ્ચ ગુણવત્તાવાળું થતું ન હોય તો આવી બેદરકારી અંગે સરકાર લગત જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરશે ? હાલમાં જ નવનિર્મિત્ત આ સર્વિસ રોડ પર આજે સવારે મોટો ‘ખાડો’ પડી ગયો હતો. જો કે સદનસીબે પ્રજાની જાગૃત્તતાના કારણે પ્રજા દ્વારા ખાડાને ફરતે ઈંટો ગોઠવી દેવામાં આવતા કોઇ ગંભીર અકસ્માત થયો ન હતો.

- Advertisement -

આ માર્ગ પર પડેલા ‘ખાડા’ની જાણ જો કે હજુ સુધી તંત્રને તો નહીં જ થઈ હોય વધુમાં મળતી વિગત મુજબ, આ સ્થળની આજુબાજુમાં જ પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હતું. તો આ કામગીરીના ભાગરૂપે પણ આ ખાડો પડયો હોવાની શકયતા નકારી શકાતી નથી. પ્રજાના પરસેવાની કમાણીના ખર્ચે કરાતા વિકાસ કાર્યોમાં આવી ક્ષતિઓ તો ઠેક-ઠેકાણે જોવા મળે છે પરંતુ આટલાં વર્ષો પછી પણ સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં હલ્કી ગુણવત્તાનો ઉપયોગ કરતા કોન્ટ્રાકટરો સામે કે આવી ગુણવત્તાવાળો સામાન મંજૂર કરતા અધિકારીઓ સામે કયારે પગલાં લેવાશે ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular