Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારમેઘપરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

મેઘપરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

એલસીબીની ટીમનો દરોડો : 73 બોટલ દારૂ, એક કાર અને મોબાઇલ સહિત રૂા. 3,34,200નો મુદામાલ કબજે : બે સપ્લાયરોના નામ ખુલતા શોધખોળ

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખેતી કરતાં યુવાનના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે એલીસીની ટીમે રેઇડ દરમ્યાન એક શખ્સને ઝડપી લઇ 73 બોટલ દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત રૂા. 3,34,200ના મુદામાલ સાથે ઝડપી લઇ 3 શખસો વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા ગિરીરાજસિંહ ઉર્ફે ભા ભરતસિંહ પીંગળ નામના ખેતી કરતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીને આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન એલીસીબીની ટીમે મકાનમાં તલાશી લેતાં તેમાંથી રૂા. 29200ની કિંમતની ઈગ્લીશ દારૂની 73 બોટલ અને રૂા. 5000 કિંમતનો એક માોબાઇલ અને રૂા. 3 લાખની કિંમતની જી.જે. 10 ડીએન 4665 નંબરની કાર મળી કુલ રૂા. 3,34,200ની કિંમતના મુદામાલ સાથે ગિરીરાજસિંહ ઉર્ફે ભા ભરતસિંહ પીંગળની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં અજિતસિંહ મંગલસિંહ પીંગળ, મહિપતિસિંહ ઉર્ફે ધમો જેઠવા નામના બે શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું ખુલતાં એલસીબીની ટીમે 3 શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular