Friday, October 18, 2024
Homeરાજ્યજામ્યુકો દ્વારા થયેલ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ ભાવ વધારા મુદ્દે બેઠક યોજાઇ

જામ્યુકો દ્વારા થયેલ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ ભાવ વધારા મુદ્દે બેઠક યોજાઇ

સાંસદ અને ધારાસભ્ય દ્વારા આ અંગે યોગ્ય ઉકેલ લાવવા ખાતરી અપાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી ઉપર કરવામાં આવેલા ભાવ વધારાને લઈને જામનગર વેપારી મહા મંડળની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર 79-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને આમંત્રિત કરાયા હતા. જેઓ સમક્ષ આ પ્રશ્ર્નની રજૂઆત કર્યા પછી અને ત્યારબાદ સાંસદ પૂનમબેન માડમ સાથે પણ મંત્રણાઓ કર્યા પછી સમગ્ર મામલે યોગ્ય કરવાની અને મુખ્યમંત્રી સુધી આ પ્રશ્ર્નને લઈ જવાની હૈયા ધારણા અપાઇ છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કોમર્શિયલ પ્રોપર્ટી પર ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે, તે વધારાને લઈને જામનગર વેપારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને હાલના કપરા સમયમાં આવો વધારાનો બોજો વેપારી પર નહીં લાદવાની રજૂઆત સાથે ગત શનિવારે રાત્રે જામનગર વેપારી મહામંડળની કચેરીમાં મંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના નાના-મોટા અનેક વેપારીઓ જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સના વધારાને લઈને વેપારી મંડળ દ્વારા જામનગર-79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સમક્ષ રજૂઆત કરવામાટે વેપારી મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું.

જે નિમંત્રણ ને ધ્યાને લઈને તેમજ જામનગર શહેરના વેપારીઓ ના પ્રશ્ર્નને વાચા આપવાના ભાગરૂપે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વેપારીઓની બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારી મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા વેપારીઓ દ્વારા ધારા સભ્ય સમક્ષ ભાવ વધારાના મુદ્દે વિશેષ રજૂઆત કરી, નિયમ ને બદલવાની માંગણી કરવામાં આવી હતી. જે મામલે યોગ્ય કરવા અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ પ્રશ્ન ને પહોચાડવાની ખાતરી અપાઈ હતી.
ત્યારબાદ વેપારીઓનું પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરની રાહબરી હેઠળ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમને મળ્યું હતું, અને સાંસદે પણ સમગ્ર પ્રશ્ર્નને લઈને જામનગર મહાનગર અધિકારીઓને સાથે રહીને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું

- Advertisement -

ઉપરાંત આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રાણાઓનું દોર ચાલુ રખાયો છે, અને વેપારીઓના હિતમાં યોગ્ય નિરાકરણ થાય તેવો તાત્કાલિક નિર્ણય લાવવા માટેની સાંસદ અને ધારાસભ્ય દ્વારા હૈયાધારના પણ અપાઇ છે. નિર્ણયને લઈને વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના તથા અન્ય હોદ્દેદારોએ સંતોષ વ્યક્ત કર્યો છે, અને વેપારીઓના પ્રશ્ર્નને જલ્દી વાચા મળી જાય તેવી માંગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular