દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 268 બોટલ દારૂ, એક મોબાઇલ અને રીક્ષા સહિત રૂા.1.42 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતાં મહેમુદ ઉર્ફે મેમલો નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના એએસઆઈ અજીત બારોટ, ભરત ચાવડા અને હેકો અરજણ મારુને મળેલી બાતમીના આધારે પોલીસ વડા સુનિલ જોશીની સૂચનાથી પીઆઈ જે.એમ. ચાવડા, પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. શીંગરખિયા, એએસઆઈ દેવશીભાઈ ગોજિયા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેકો મસરીભાઈ આહિર, બોઘાભાઈ કેશરિયા, લાખાભાઈ પિંડારીયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મહેમુદ ઉર્ફે મેમલો નુરમામદ બાલાગામીયાના મકાનમાંથી રૂા.1,07,200 ની કિંમતની 268 નંગ દારૂની બોટલો અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ તથા રૂા.30 હજારની કિંમતની બજાજ રીક્ષા મળી કુલ રૂા.1,42,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં રાણપરના લાખા રબારીની સંડોવણી ખુલ્લી હતી.