જામનગર શહેરમાં મંગળવારે મોટી હવેલી ખાતે 56 ભોગ મહોત્ત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષ સુદ-5 ના શ્યામ સગાઈ નિમિત્તે આ ભવ્ય 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 56 ભોગ મહોત્સવ અંતર્ગત હાલારી રાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજના બહેનોએ પરંપરાગત પરિધાન ધારણ કરી રાસ લીધા હતાં.