Saturday, May 11, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી વર્લીબાજ ઝડપાયો

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી વર્લીબાજ ઝડપાયો

રૂા.10630 ની રોકડ રકમ કબ્જે : કપાત લેનાર બે શખ્સોના નામ ખૂલ્યા : પાટણમાંથી તીનપતિ રમતા સાત શખ્સ ઝબ્બે

- Advertisement -

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.10630 ની રોકડ રકમ કબ્જે કરી હતી. જામજોધપુરના પાટણ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા.10480 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા હોવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. અશોક ગાગીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ સી.એચ.પનારા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મનહરસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, અશોક ગાગીયા, માનસંગ ઝાપડીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિધ્ધીબેન વાડોદરિયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન લખમણ ઉર્ફે લખો મજીભાઈ વાઘેલા નામના શખ્સને રૂા.10630 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વેજા ઉર્ફે વેજો ભીમા પરમાર, દેવા પુજા રબારી નામના બે શખ્સોના નામ ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રામા બધા ઓડેદરા, કમલેશ ધના ધોયલ, કિશન બીજલ ગોહિલ, ભુપત જીણા પાટડિયા, ભોજા ભુરા ઓડેદરા, શૈલેષ ઉકા પરમાર, કારા ભાયા ઓડેદરા નામના સાત શખ્સોને રૂા.10480 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા લખમણ ગાંગડિયા કોળી સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular