જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં વાડી વિસ્તારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર, આત્મા પ્રોજેકટસ એફ પ્રો દ્વારા ખેડૂતો માટે ટે્રનિંગ કેમ્પ યોજાયો હતો.
જેમાં કલાઈમેન્ટ ચેન્જ, પ્રાકૃતિક ખેતી પધ્ધતિ, કપાસ વિણી શિયાળુ પાક સહિતની માહિતી આપવામાં આવી હતી. સિનીયર સાયન્ટીસ્ટ ડો. કે.પી.બારીયા, કૃષિમિત્ર ઝીલ કાનાબાર, સાગર પરમાર, ખેડૂત નેતા મયુર હેરમા, વિજય હેરમા, હરેશ પરમાર દ્વારા આયોજન કરાયું હતું.