Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમાત્ર પાંચ રૂપિયામાં સ્કીનની જટીલ બીમારીની સારવાર આપી ગરીબોની સેવા કરતા ડો....

માત્ર પાંચ રૂપિયામાં સ્કીનની જટીલ બીમારીની સારવાર આપી ગરીબોની સેવા કરતા ડો. શંકર ગૌડા – VIDEO

આજના મોંઘવારીના સમયમાં સૌથી મોંઘી સેવા એટલે મેડીકલની સેવા કે જયાં માણસ એક વખત દવાખાનામાં કે હોસ્પિટલમાં પગ મૂકે પછી નકકી જ નથી રહેતું કે કેટલું બીલ આવશે. ત્યારે જેની પાસે કલીનિક ખોલવાના પણ પૈસા નથી છતાં પણ સેવાને પ્રાથમિકતા આપી માત્ર પાંચ રૂપિયામાં લોકોનું ઈલાજ કરતા ડોકટર એટલે ડો. શંકર ગૌડા.

- Advertisement -

1982 માં મેડીકલ પુરૂ કર્યા બાદ કરોડો રૂપિયા કમાવવાના બદલે કર્ણાટકના મંડયા જીલ્લાના એક નાનકડા ગામમાં જ્યાં સારા ડોકટરો નથી એક સરકારી દવાખાનું છે. પરંતુ તે પણ દૂર છે. ત્યારે ગામ લોકોની માટે સેવાને પ્રાથમિકતા આપી ને એક મીઠાઈની દુકાન પાસે બેસીને માત્ર પાંચ રૂપિયામાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. છેલ્લાં 42 વર્ષથી તેઓ ગરીબોની સેવા કરી છે જેમની પાસે પાંચ રૂપિયા પણ ના હોય તેમની નિ:શુલ્ક સારવાર કરે છે. પોતાના મહિનાની કમાણીમાંથી બચત કરે છે લોકો માટે દવાના પૈસા ભેગા કરે છે. ચામડીના નિષ્ણાંત ડો. શંકર ચામડીના ગંભીર રોગો મટાડવામાં પણ માહિર છે.

- Advertisement -

ડો. શંકરે આટલા વર્ષોમાં પૈસા નહીં પરંતુ પ્રેમ કમાયો છે. 2022 માં જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે તેમને ડીસ્ચાર્જ મળ્યો ત્યાં સુધી તેમના દર્દીઓ હોસ્પિટલની બહાર ઉભા તેમની માટે પ્રાર્થના કરી રહ્યા હતાં. કયાં મળે છે આવી નિસ્વાર્થ સેવા ??? જે પોતે પણ સાધારણ હોવા છતાં પણ પૈસા કમાવવાની લાલચ રાખ્યા વગર પોતાના જ્ઞાનનો સદઉપયોગ કરીને જરૂરિયાતમંદ લોકોની સેવાને પ્રાથમિક આપે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular