Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક બે કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત

જામનગર નજીક બે કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત

ચંગા ગામના પાટીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત: બંને કારનો બુકડો બોલી ગયો : ત્રણ ઈજાગ્રસ્તોને જી. જી. હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક આજેસવારે બે કાર અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકોમાં દંપતીનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળે છે.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક આજે સવારના સમયે જીજે-05-આરઈ-7078 અને જામનગરની જીજે-10-ડીજે-9234 નંબરની બે કાર સામસામી ધડાકાભેર અથડાતા બંને કારનો આગળના ભાગનો ભુકકો બોલી ગયો હતો. અકસ્માતમાં કારમાં બેસેલા પાંચથી છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને ત્યાંથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તારણમાં આ અકસ્માતમાં કાંતિભાઈ પોપટભાઈ અને તેમના પત્ની શારદાબેન કાંતિભાઈ નામના દંપતીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અંદાજે ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઇ બંને મૃતદેહોને પીએમ માટે મોકલવા તથા સંપૂર્ણ ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular