જામનગરમાં તા. 16થી શાળાકક્ષા અને તા. 20થી ઓપન કેટેગરી સહિતના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. જે આગામી તા. 26 સુધી ચાલશે. ગઇકાલે જામનગર શહેરમાં સ્વિમીંગ, વોલિબોલ સહિતની સ્પર્ધાઓ યોજાયા બાદ આજરોજ કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિંટન સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. કોરોનાના કારણે રાજ્યકક્ષાએથી ખેલ મહાકુંભનું આયોજન બંધ રહ્યા બાદ બે વર્ષે યોજાયેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. વિવિધ હાઇસ્કૂલો, મહાનગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પ્લેકસ, મહિલા કોલેજ સહિતના સ્થળોએ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.